Related Posts
Bhavnagar : ભાવનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીની સૌથી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ શિહોર નજીકના સખાવદર ગામની સીમ વિસ્તારમાં દરોડા દરમિયાન મોટા પાયે લીલા ગાંજા અને અફીણનું વાવેતર ઝડપાયું છે. જિલ્લાની અત્યાર સુધીની આ સૌથી મોટી નશીલા પદાર્થોની કાર્યવાહી ગણાઈ રહી છે.
બે ભાઈઓની ધરપકડ
આ ગેરકાયદેસર ખેતી ચલાવતા બે ભાઈઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ લાંબા સમયથી અહીં નશીલા પદાર્થોની ખેતી ચાલી રહી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. હાલ ગુજરાત પોલીસની ટીમ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.