બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ: ડાંગ જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા

By: nationgujarat
23 Sep, 2025

Rain in Gujarat: નવરાત્રિમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ આહવમાં સૌથી વધુ 4.61 ઈંચ  મહુવામાં 3.03 ઈંચ, પલસાણામાં 2.87 ઈંચ, સુબીરમાં 2.36 ઈંચ, ધરમપુરમાં 2.24 ઈંચ, કપરાડામાં 2.13 ઈંચ, ઉમરપાડામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે.ડાંગ જિલ્લાના આહવમાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ ખબાકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આહવાના પિંપરી અને ચિકટીયા ગામોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોતરફ પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે ખાપરી, પૂર્ણા, અંબિકા અને ગિરામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.હવામાન વિભાગ અનુસાર, 23મી અને 24મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે.


Related Posts

Load more