Related Posts
ICC and Bangladesh news : IPLમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને કેકેઆર ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદથી વિવાદ સર્જાયો છે. આ વિવાદને પગલે બાંગ્લાદેશે આગામી ટી-20 વર્લ્ડકપમાં ભારતમાં રમવાનો ઈનકાર કરતાં તેની મેચ પાકિસ્તાનની જેમ ભારતની બહાર યોજવાની માગણીઓ કરી હતી. જોકે આઈસીસીએ તેની આ માગણીઓ ફગાવી દેતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર બાંગ્લાદેશે ભારતમાં જ મેચ રમવી પડશે અથવા પોઈન્ટ્સ ગુમાવવા માટે તૈયાર રહેવું પડશે.