દરરોજ ફ્લાઇટમાં લાખો યાત્રી પોતાની યાત્રા કરે છે. આ લોકોએ એરલાઇન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું હોય છે. નિર્ધારિત નિયમોનું પાલન કરવાનું હોય છે. કેટલાક નિયમ ગર્ભવતી યાત્રીકો માટે પણ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્લાઇટમાં બાળકનો જન્મ થાય તો તે કયા દેશનો નાગરિક કહેવાય છે?
શું હોય છે Sky Born Baby?
જે બાળકોનો જન્મ વિમાનમાં યાત્રા દરમિયાન થાય છે તે બાળકોને સ્કાઈબોર્ન બેબી કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વિશ્વમાં એવા આશરે 50 બાળકો છે જેનો જન્મ ફ્લાઇટની અંદર આકાશમાં થયો છે.
સ્કાઈબોર્ન બેબી કયા દેશના નાગરિક કહેવાય છે?
જો કોઈ મહિલા વિદેશ જઈ રહી છે અને વિમાનની અંદર બાળકનો જન્મ થાય છે તો દરેક બાળકને તે દેશની નાગરિકતા નથી મળતી જ્યાંથી તેના માતા-પિતા છે. પરંતુ ઘણા દેશમાં તેને લઈને અલગ-અલગ નિયમ છે.
આ મુદ્દે કોઈ નિયમ નથી
તમને જણાવી દઈએ કે જો બાળક 36 હજાર ફૂટની ઊંચાઈ પર પેદા થયું છે તો તે બાળકને કયા દેશની નાગરિકતા મળવી જોઈએ, તેને લઈને કોઈ કાયદો બન્યો નથી, પરંતુ નિષ્ણાંતો અનુસાર જે દેશથી વિમાન ઉડાન ભરી રહ્યું છે, તે દેશ તે વિમાનની જમીન કે ક્ષેત્ર માનવામાં આવે છે.
ઘણા કિસ્સાઓમાં નાગરિકતા એરલાઇન્સ પર આધાર રાખે છે
મોટાભાગના દેશો લોહીના સંબંધના આધારે બાળકોને નાગરિકતા આપે છે, એટલે કે બાળક તે દેશનો નાગરિક હશે જેમાં તેના માતાપિતા રહે છે. પરંતુ 1961માં એક કરાર થયો હતો જે આવા બાળકોને જ્યાં વિવાદો ઉભા થાય છે ત્યાં નાગરિકતા મેળવવામાં મદદ કરે છે. આ કરારમાં જણાવાયું છે કે એરલાઇન જે દેશની છે તે દેશની નાગરિકતા.
અમેરિકાનો કાયદો આ મુદ્દે શું કહે છે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો નિયમ ખૂબ જ વિચિત્ર છે. તે મુજબ, જો કોઈ બાળક આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જન્મે છે, તો જન્મ સ્થળ સમુદ્ર તરીકે સૂચિબદ્ધ થવું જોઈએ. જો તે વિમાનમાં જન્મે છે, તો તેને ‘હવાઈ’ બાળક ગણવો જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ આપવાનું હોય છે મેડિકલ સર્ટિફિકેટ
કેટલીક એરલાયન્સ 27 સપ્તાહ બાદ ગર્ભવતી મહિલાઓને લઈ જવાની ના પાડી દે છે, જ્યારે અન્ય એરલાયન્સ 40 સપ્તાહ સુધીની ગર્ભવતી મહિલાઓને મેડિકલ પ્રમાણપત્રની સાથે લઈ જવાની મંજૂરી આપે છે.
આવા બાળકોને એરલાયન્સ આપે છે ગિફ્ટ
વિમાનમાં બાળકને જન્મ આપવો એરલાયન્સ માટે સારા સમાચાર છે. એરલાયન્સ કંપનીઓ પોતાના પ્રચારમાં તેનો વ્યાપક ઉપયોગ કરે છે. વર્જિને એક બાળકને 21 વર્ષની ઉંમર સુધી ફ્રી ઉડાનની ભેટ આપી હતી, કારણ કે આ બાળકનો જન્મ તેના વિમાનમાં થયો હતો. તો બ્રિટિશ એરવેઝે પ્લેનમાં જન્મેલી શોનાને તેના 18મા જન્મદિવસ પર બે ટિકિટ મોકલી હતી, જેથી તે પોતાની દાદીને જોવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી.