પરશોત્તમ રુપાલાએ માફી માંગી,રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો

By: nationgujarat
24 Mar, 2024

પરશોત્તમ રુપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો મારો આશય નહોતો, હું દિલથી ક્ષત્રિય સમાજની માફી માંગુ છુ. કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું.  વિવાદ બાદ પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.

પરશોત્તમ રુપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા હતા કે,  અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા,  રોટી – બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે.

ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસ પોત પોતાની બેઠકો પર જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. ગઇકાલે ભાજપમાં એક પછી એક એમ બે ટ્વીસ્ટે નવી રાજનીતિ ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. ગઇકાલે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ પછી નવી ચર્ચાઓ શરૂ થઇ હતી કે આ બન્ને બેઠકો પર બીજા કોણ કોણ દાવેદારો છે અને કોણે મળી શકે છે ટિકીટ. ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર પણ આજે ઉમેદવારો જાહેર થઇ શકે છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે ભાજપના નવા ઉમેદવારોની આજે યાદી જાહેર થઈ શકે છે.

• ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન

– પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.

– બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.

– ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.

– ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.

– પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.

– છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.

– સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.

– પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.


Related Posts

Load more