દીવ ફરવા જતા ત્રણ વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, ગણેશ વિસર્જન પર આવ્યું મોત

By: nationgujarat
06 Sep, 2025

રાજકોટ-ભાવનગર હાઈવે પર અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીના મોત નિપજ્યા છે. મોડી રાત્રે જસદણના જંગવડ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચલાકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો. કાર પલટી જતા ત્રણ વિદ્યાર્થીઓને ગણેશ વિસર્જને જ મોત આવ્યું છે. મોડી રાત્રે જસદણના જંગવડ ગામ નજીક રાજકોટ ભાવનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કારચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની R. K.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જેઓ રાજકોટથી દીવ તરફ ફરવા માટે જઈ રહ્યા હતા. કારમાં સવાર 11 વિદ્યાર્થીઓ પૈકી આઠ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. તો તેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં મોથે હરસા, આફરજ શેખ અને નરેશ કોડાવતી નામના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે.


Related Posts

Load more