‘દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરીશું’- રાહુલ ગાંધી

By: nationgujarat
29 Apr, 2024

પાટણમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ‘જય બહુચર માતાજી,જય અંબાજી’ બોલીને કરી સંબોધનની શરૂઆત કરી હતી.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં 90 ટકા લોકો GST ચૂકવે છે અને 22 લોકોના ખિસ્સામાં આ જીએસટી જાય છે. 24 કલાક કામ કરનાર ખેડૂતો પણ જીએસટી ચૂકવે છે. ખેડૂતોનું દેવુ માફ કેમ નથી કરવામાં આવતુ નથી. 22 લોકોની PM મોદી સાથે દોસ્તી છે. કૉંગ્રેસનું પ્રથમ કામ જાતિ જનગણના હશે. જાતિ જનગણના બાદ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં બે વિચારધારાની લડાઈ છે. ભાજપ-RSSના લોકો બંધારણને ખત્મ કરવા માંગે છે. કોંગ્રેસ-ગઠબંધન બંધારણની રક્ષા કરે છે. બંધારણ બદલવાનું ભાજપના નેતાઓ જાહેરમાં બોલે છે. બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે. 22-25 લોકો હિંદુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે એ PMની ઈચ્છા છે. 22 લોકોની સંપતિ 70 કરોડ ભારતીયો જેટલી છે. યુપીએની સરકારમાં  ખેડૂતો પરનું દેવું માફ કરાયું હતું. મોદી સરકાર ઉદ્યોગતિની સરકાર છે. ખેડૂતો, વેપારીઓનો ફાયદો ઉદ્યોગપતિઓ જોઇ શકતા નથી. ભાજપના નેતાઓ અનામત ખત્મ કરવા માંગે છે. દેશમાં ગરીબો, દલિતો, આદિવાસીઓ માટે અનામત છે. હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે .હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો ખેડૂતોની સ્થિતિ છે. અત્યારે યુવાઓ રોજગારી માટે ભટકે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે જાતિ જનગણના બાદ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને આર્થિક મદદ કરીશું. દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરીશુ. દરેક મહિલાના ખાતામાં 8500 જમા કરીશુ. ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ મળતી રહેશે. ‘પહેલી નોકરી પક્કી’ યોજનાથી ગ્રેજ્યુએટ યુવાનને મદદ મળશે. યુવાન એક વર્ષ સુધીની સરકાર પાસેથી નોકરીની ગેરેન્ટી માંગી શકશે. યુવાનોને એક વર્ષની ટોપઓફ વર્કની ટ્રેનિંગ આપીશુ.

રાહુલ ગાંધીએ ભાષણમાં ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા. દેશને રાજ અર્પણ કરનાર ભાવનગરના મહારાજાનો રાહુલે આભાર માન્યો હતો. રાહુલે કહ્યું કે દેશને રાજ સમર્પિત કરનાર ભાવનગરના મહારાજાને યાદ કરું છું.


Related Posts

Load more