12 પાસ કંગના રનૌત પાસે કરોડોના હીરા,LIC ની 50 પોલીસી સહિત કેટલી છે સંપત્તી જાણો

By: nationgujarat
15 May, 2024

બોલીવુડ અભિનેત્રી અને બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મંગળવારે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. કંગનનની આવકની માહિતી ચૂંટણી પંચને સોંપવામાં આવેલા એફિડેવિટ દ્વારા સામે આવી છે. તેમણે ઉમેદવારી પત્રો સાથે દાખલ કરેલ એફિડેવિટમાં પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી છે. કંગનાએ માહિતી આપી હતી કે તેની પાસે કુલ 91 કરોડ 50 લાખ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે. તેની પાસે રૂ. 28.73 કરોડની કુલ જંગમ મિલકતો અને રૂ. 62.92 કરોડની સ્થાવર મિલકતો છે. કંગનાએ LICની 50 પોલિસી લીધી છે. કંગનાએ 4 જૂન 2008ના રોજ 10 લાખ રૂપિયાની આ પોલિસી લીધી હતી. જેમાં 10 લાખ રૂપિયાની 49 પોલિસી અને 5 લાખ રૂપિયાની એક પોલિસીનો સમાવેશ થાય છે. કંગનાએ 1.20 કરોડનું મૂડી રોકાણ પણ કર્યું છે.

કંગનાએ તેના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તે 12મું પાસ છે. કંગના પાસે સોના-ચાંદીના દાગીના પણ છે. હાલમાં તેમની પાસે 6 કિલોથી વધુ સોનું છે. આ સોનાની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કંગના પાસે 3 કરોડ રૂપિયાના હીરા પણ છે. આ સિવાય તેની પાસે 50 લાખ રૂપિયાની 60 કિલો ચાંદી પણ છે.કંગનાને મોંઘી કારનો પણ શોખ છે. હાલમાં તેની પાસે બે મર્સિડીઝ કાર છે. તેમની પાસે રૂ. 58 લાખની મર્સિડીઝ બેન્ઝ અને રૂ. 3.91 કરોડની મર્સિડીઝ મેબેચ છે. આ સિવાય તેની પાસે 98 લાખ રૂપિયાની BMW કાર અને 53 હજાર રૂપિયાની વેસ્પા સ્કૂટર પણ છે. એટલું જ નહીં કંગનાએ તેના સંબંધીઓને કરોડો રૂપિયાની લોન પણ આપી છે.


Related Posts

Load more