CBSE 12મા ધોરણના પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના પરિણામો વેબસાઇટ – digilocker.gov.in અને UMANG એપ્લિકેશન પર પણ ચેક કરી શકે છે
આ વર્ષે 87.98 ટક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ થયા છે, જે ગત વર્ષે 87.33% હતા. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65 વધુ છે. આ વખતે પણ છોકરીઓએ છોકરાઓને હરાવીને 12મા ધોરણની પરીક્ષામાં બાજી છે. ગત વર્ષે બોર્ડે ધોરણ 10ની પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી અને ધોરણ 12 પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ સુધી આયોજિત કરી હતી. અને બંને ધોરણોના પરિણામ 12 મે સુધી જાહેરાત કરવામાં આવ્યા હતા.
CBSE બોર્ડ પરિણામ 2024:
છોકરીઓની પાસ થવાની ટકાવારી- 91.52
છોકરાઓની પાસ થવાની ટકાવારી- 85.12
ટ્રાન્સજેન્ડરની પાસ ટકાવારી – 50.00
CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર, આ રીતે તપાસો
સ્ટેપ 1 : CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર રિઝલ્ટ જોઈ શકશો.
સ્ટેપ 2 : હોમ પેજ પર CBSE 12th Result Direct Link’ પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો
સ્ટેપ 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.
CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે (2023) એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.
તિરુવનંતપુરમના વિદ્યાર્થીઓએ મારી બાજી
મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
24068 વિદ્યાર્થીઓના 95% કરતા વધુ ગુણ
CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ સમયે, 24068 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી પડશે, જેનું સમયપત્રક બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે