જુહૂમાં ઐશ્વર્યા રાયની કારને બેસ્ટ બસે પાછળથી ટક્કર મારી

By: nationgujarat
27 Mar, 2025

Aishwarya Rai Car Accident :  જુહૂમાં ઐશ્વર્યા રાય બચ્ચનની લકઝરી કારને બેસ્ટ બસે અડફેટમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ ઇજાના અહેવાલ નથી, એમ  એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના બાદ ચાહકો ઝડપથી જમા થઇ ગયા હતા.

આ બનાવ વખતે ઐશ્વર્યા કે બચ્ચન પરિવારના અન્ય કોઇ સભ્ય કારની અંદર હતા કે નહીં તે શરૂઆતમાં સ્પષ્ટ થયું ન હોતું. પરંતુ તેમની સલામતી અંગે ચિંતા ફેલાઇ ગઇ હતી.

બૃહન્મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમની લાલ બસને હાઇ-એન્ડ કાર પાછળ દર્શાવતા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વીડિયોમાં કાર જોઇ શકાય છે. પરંતુ તેને બસની ટક્કરને કારણે કોઇ મોટું નુકસાન થયું ન હતું.  કારમાંથી ડ્રાઇવરે બહાર આવી અકસ્માતથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. થોડીવાર પછી કાર આગળ વધી ગઇ હતી. અકસ્માત પછી તાત્કાલિક ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.


Related Posts

Load more