J&K CM Omar Abdullah Marries Senior Journalist Nidhi Razdan: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જાણીતા પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યા છે. લગ્નના એક દિવસ બાદ ઉમર અબ્દુલ્લાએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ રાજકીય પક્ષોના નેતાઓ અને વરિષ્ઠ પત્રકારો તરફથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યાના 3 મહિના બાદ લગ્ન
ઉમર અબ્દુલ્લા અને નિધિ રાઝદાનના લગ્ન એવા સમયે થયા છે, જ્યારે આશરે 3 મહિના પહેલાં જ દેશની સર્વોચ્ચ અદાલતે ઉમર અબ્દુલ્લા અને તેમની અલગ રહેતી પત્ની પાયલ અબ્દુલ્લા વચ્ચેના છૂટાછેડાને મંજૂરી આપી હતી.
દિલ્હી હાઈકોર્ટના ચુકાદાથી સુપ્રીમ કોર્ટની બંધારણીય સત્તા સુધીનો કેસ
1994માં થયા હતા પાયલ સાથે લગ્ન, 2009થી રહેતા હતા અલગ
ઉમર અબ્દુલ્લા અને પાયલ નાથની મુલાકાત દિલ્હીની જાણીતી ઓબેરોય હોટલમાં કામ કરવા દરમિયાન થઈ હતી અને ત્યારબાદ બંનેએ વર્ષ 1994 માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચેના સંબંધોમાં અંતર આવ્યા બાદ તેઓ વર્ષ 2009થી એકબીજાથી અલગ રહેતા હતા. ઉમર અબ્દુલ્લાએ સત્તાવાર રીતે 2011માં અલગ થવાની પુષ્ટિ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યું હતું કે બંને પક્ષો છેલ્લા ઘણા વર્ષોથી અલગ રહી રહ્યા હતા.