ગુજરાત ભાજપના પ્રમુખની ચૂંટણીનો આજે જાહેર થઈ શકે છે કાર્યક્રમ

By: nationgujarat
02 Oct, 2025

ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આજે ભાજપના તમામ કાર્યકરોની આતુરતાનો અંત આવી શકે છે. ગુજરાત ભાજપ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના. આજે સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેરાત થાય એવી શક્યતા. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઈ શકે છે ચૂંટણી. આ સપ્તાહના અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ.

પ્રદેશ કાર્યાલય ખાતે દશેરાના નિમિત્ત રજા હોય છે તેની જગ્યાએ આજે કાર્યાલય ચાલુ રાખવામાં આવ્યા છે કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની ચહલ પહલ વધી ગઇ છે ચૂંટણી અધિકારી ઉદય કાનગડ, મહામંત્રી રજનીભાઇ પટેલ ઉપસ્થિત છે તેમજ કાર્યકર્તાઓનો જમાવડો પણ ટુંક સમયમાં  જોવા મળશે તેથી આજે અથવા કાલે ભાજપ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. સુત્રનુ માનીએ તો પ્રદેશ પ્રમુખ પાટીલે  હાઇકમાન્ડને પદ પરથી નિવૃત કરવા જણાવ્યુ હતું

 

પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ચૂંટણી પ્રભારીની હાજરીમાં થવાની છે. પક્ષના કેન્દ્રિય નેતૃત્વ તરફથી નિયુકત થયેલા ચૂંટણી પ્રભારીની હાજરી આ જાહેરાતને વઘુ ગંભીરતા  અને મહત્વ આપે છે. તેમની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત જ નહી પરંતુ પ્રદેશ પ્રમુખની ચૂંટણીની તારી પર મોહર વાગી શકે છે. હવે કેન્દ્રિય નેતૃત્વ ગુજરાતને ઝડપથી નવા પ્રદેશ પ્રમુખ આપી શકે છે તે વાત નક્કી છે. પ્રદેશ પ્રમુખ માટે એક વર્ષથી અટકળો ચાલી રહી હતી. વર્તમાન પ્રમુખનો કાર્યકાળ પુર્ણ થયો છે જેથી ભાજપ ગુજરાતના કાર્યકર્તાઓ નવા પ્રમુખના નામ અંગે જાહેરાત થવાની વાતથી ઘણા ઉત્સુક છે. તે વાત તો હવે નક્કી છે કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાશે.


Related Posts

Load more