ખેડા: માતરમાં ભાજપના કાર્યાલયનું વીજ કનેક્શન કટ, નોટિસ આપ્યા બાદ પણ બિલ ન ભર્યું અને કંપનીએ કાતર ફેરવી

By: nationgujarat
19 Mar, 2025

રાજ્યના ખેડા જિલ્લાના માતરમાં ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી માતર તાલુકામાં ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. કાર્યાલયમાં કાંતિભાઈ ભાઈલાલ ભાઈ પટેલ નામના વ્યક્તિના નામે મીટર લગાવવામાં આવેલું છે.

19 હજારનું બિલ ભરવામાં આવ્યું નહોતું

ઉલ્લેખનીય છે કે 19 હજારનું બિલ ભરવામાં આવ્યું નહોતું. બિલ ભરવામાં ન આવતા કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. આ મામલે કંપની તરફથી સતત નોટિસ પણ ફટકારવામાં આવી હતી, તેમ છત્તાં બિલ ભરવામાં આવ્યું નહોતું. તો બીજી તરફ એ પણ ચર્ચા થઈ રહી છે કે વીજ કનેક્શન કપાઈ ગયા બાદ હવે કાર્યકરો કાર્યાલય બાજુ ફરકતા જ નથી.


Related Posts

Load more