ગયા મહિને વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોહલીના આ નિર્ણયને ક્રિકેટ નિષ્ણાતો પણ પચાવી શકતા નથી. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયાના 2015 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઈકલ ક્લાર્કે તાજેતરમાં વિરાટ કોહલી વિશે એક મોટી વાત કહી છે. તેમનુ કહેવું છે કે જો ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસમાં સિરિઝ 5-0 થી હારે અને સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટના સભ્યો તેને કહેશે તો તે ચોક્કસ નિવૃતિ પાછી લેશે તેવો મને વિશ્વાસ છે.
કોહલીનો ટેસ્ટ રેકોર્ડ જોઇએ તો 123 ટેસ્ટ મેચ રમ્યો છે જેમા 30 સદી અને 9230 રન કર્યા છે. કોહલી 10 હજારના આંકડાને પાર કરવામાં ખૂબ નજીક હતો. કોહલી હજી ટેસ્ટ મેચ રમી શકે છે તેની ફિટનેસ હજી પણ ખુબ સરસ છે તે જોતા ટીમ ઇન્ડિયા જો આગામી સિરિઝ હારે છે અને મેનેજમેન્ટ તેને કહેશે તો તે પરત ટીમમાં ફરી શકે છે.
ઓસ્ટ્રલીયાના ભુતપુર્વ ક્રિકેટર જાણી લે કે ટીમ ઇન્ડિયા પાસે ખિલાડીઓની કમી નથી . ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસ પર સારુ પ્રદર્શન કરશે જ તેવો સૌને વિશ્વાસ છે. વા રહી કોહલીની તો કોહલી આવવું હશે ટીમમાં તો કોઇ રોકી નથી શકવાનું પણ ટીમ ઇન્ડિયા હારે તેવા સ્વપ્ન ન જોવે ઓસ્ટ્રલિયાના ખિલાડીઓ
તમે જ કહો કે શું કોહલીને ટીમમા લાવવા માટે ઇંગ્લેન્ડ સામેની સિરિઝ ભારત હારે કમેન્ટ કરીને જણાવજો.