એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી યુવતી સામે ભડભડ સળગ્યો,

By: Nation Gujarat Team
28 Nov, 2025

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગઈ રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. એ બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો.

સળગતી હાલતમાં રોડ પર તરફડિયાં મારતો હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી સાથે રકઝક થયા બાદ યુવકે પોતાના શરીરે આગ લગાડી અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતીના પાડોશમાં રહેતો કામરાન નામનો યુવક તેને છ મહિનાથી હેરાન કરતો હતો અને એકતરફી પ્રેમમાં પાગલ હતો. ગઈકાલે 27 નવેમ્બરના રોજ રાતે 8:30 વાગ્યે કામરાન હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને યુવતી સાથે બોલાચાલી કરી હતી. હોસ્પિટલમાં માથાકૂટ કર્યા બાદ યુવકે તોડફોડ કરી અચાનક જ તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. પહેલા માટે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી પણ આગ લાગતાં બેભાન થઈ ગઈ હતી.

યુવક સળગતી હાલતમાં જ પહેલા માળેથી નીચે પટકાયો કામરાન આગ લાગેલી સ્થિતિમાં જ પહેલા માટેથી નીચે પડ્યો હતો. નીચે ડેન્ટલ ક્લિનિક હતું ત્યાં પણ નુકસાન થયું હતું. કામરાન સળગતી હાલતમાં રોડ ઉપર આવી ગયો હતો. આસપાસના લોકોએ આગ બુજાવ્યા બાદ કામરાનને સારવાર માટે 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, કામરાનનું મોટાભાગનું શરીર દાજી ગયું હોવાથી સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અસારવા સિવિલમાં મોડી રાતે કામરાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવકે આગ લગાડ્યા બાદ શું બન્યું એ દૃશ્યો વીડિયોમાં કેદ યુવક આગ લાગ્યા બાદ પહેલા માળેથી નીચે પડ્યો હતો, જે દરમિયાન ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જેમાં દેખાઈ રહ્યું છે કે, યુવક ડેન્ટલ ક્લિનિક પર નીચે પડ્યા ચાલતો ચાલતો રોડ પર આવી જાય છે અને આજુબાજુના લોકો પાણી, સાલ અને ફાયર એક્સ્ટીંગ્યુશર વડે આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. જે દરમિયાન ફાયર એક્સ્ટીંગ્યુશરથી આગ ઓલવાતા યુવક ધુમાડાથી ઢંકાયેલો અને પોતાના બળેલા શરીરને વારંવાર જોઈ રહ્યો હતો. જે બાદ લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો.


Related Posts

Load more