T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલ મેચ આજે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને બોલિંગ લીધી છે.
કિવીઝ ટીમે ગત મેચની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. જ્યારે સાઉથ આફ્રિકાએ ત્રણ ફેરફાર કર્યા છે.
વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ વચ્ચે આ છઠ્ઠી ટક્કર હશે. અગાઉની તમામ પાંચ મેચ સાઉથ આફ્રિકાએ જીતી છે. જોકે, સેમિફાઈનલમાં બંને ટીમ પહેલીવાર આમને-સામને થશે.
આ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા અત્યાર સુધી અજેય રહ્યું છે અને તેમણે એક પણ મેચ ગુમાવી નથી. જ્યારે ન્યૂઝીલેન્ડને બે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ ગ્રુપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા સામે જ અને બીજી સુપર-8માં ઇંગ્લેન્ડ સામે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડી.
ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, જિમી નીશમ, કોલ મેકકોન્ચી, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.
ન્યૂઝીલેન્ડની ટીમ પાંચમી વાર T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી છે. આ પહેલા 2007, 2016, 2021 અને 2022માં અંતિમ ચારમાં સ્થાન બનાવી ચૂકી છે, પરંતુ આ ચાર પ્રસંગોએ તેને માત્ર એક જ વાર જીત મળી.