અમરેલી જિલ્લામાં ધારીના હિમખીમડીપરાના મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાના ચેટ મળી આવતા અમરેલી એસઓજીની ટીમ આજે વહેલી સવારે મૌલવીને લઈ અમદાવાદ ATSમાં પહોંચશે. મૌલાના સામે પાકિસ્તાનના કનેક્શનને લઈ અમરેલીથી એસઓજીની ટીમ મૌલાનાને લઈ રવાના થઈ છે. કાશ્મીરના પહેલગામ હુમલાની તણાવ ભરી સ્થિતિ વચ્ચે ગુજરાત પોલીસ એલર્ટ બની બાંગ્લાદેશી સહિત ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના બાદ સ્થાનિક પોલીસ અને સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની ટીમની ટીમો દ્વારા દેશવિદેશના ગેરકાયદેસર લોકો અંગે તપાસ દરમ્યાન ધારીના હિમખીમડીપરા વિસ્તારમાંથી એક મોલવીની શંકાસ્પદ ગતિવિધિ સામે આવી હતી. જેથી પોલીસ દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી હતી.અહીં મદરેસામાં રહેતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજિજ શેખ રહેઠાણ અંગે કોઈપણ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. મૌલાનાની શંકાસ્પદ હિલચાલને લઈ ધારી પોલીસ સ્ટેશનમાં મૌલાના સામે જાણવાજોગ હાલમાં નોંધ કરવામાં આવી છે. પૂછપરછ દરમ્યાન મોબાઈલ મળી આવતા મોબાઈલ માંથી કેટલાક આધારે અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.આર.ડી.ચૌધરી તપાસ ચલાવી રહ્યા હતા.
મૌલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન મળતા હવે તેને ATS ના હવાલે કર્યો છે. સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની ટીમ આ મૌલાના શંકાસ્પદ હોવાથી પોલીસની ટીમ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે તેનો મોબાઈલ કબ્જે લીધો છે, જેમાં 7 જેટલા સોશ્યલ મીડિયામા વોટ્સએપ ટેલીગ્રામ ગ્રુપ મળી આવ્યા છે, જે પાકિસ્તાન અને આફઘાનિસ્તાનના ગ્રુપ છે.
ત્યારે મૌલાનાના પાકિસ્તાન-અફઘાનિસ્તાન સાથે જોડાયેલા તારને કારણે પોલીસ એલર્ટ બની તપાસ શરૂ કરી છે. હાલમાં આ મૌલાના અમદાવાદ જુહાપરા વિસ્તારનો છે. અહીં મોલાના તરીકે મદરેસામાં કામ કરતો હતો. હાલ પોલીસ આ અંગે તપાસ શરૂ કરી છે. આજે મૌલાના ATS કચેરીમા પહોંચશે.
અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની ટીમ આમજે મોલાના મોહમદફઝલ શેખને અમદાવાદ એટીએસ કચેરીમાં લઈ બપોરે પહોંચશે. મોબાઈલમાંથી કેટલાક પાકિસ્તાનના વોટ્સએપ ગ્રુપના આધારે એટીએસ તપાસ કરશે.