અમદાવાદમાં કોંગ્રેસનો ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ ઉગ્ર વિરોધ, અમિત શાહના રાજીનામાની માંગ સાથે નારેબાજી

By: Nation Gujarat Team
03 Aug, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદ શહેરના નહેરુ બ્રિજ ચાર રસ્તા નજીક આજે (ત્રીજી ઓગસ્ટ) કોંગ્રેસ દ્વારા ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ વિરોધ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને યુવાનો એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર તથા ગૃહમંત્રી સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

દેખાવો કરી રહેલા કાર્યકર્તાઓના હાથમાં વિવિધ નારા લખેલા પોસ્ટરો જોવા મળ્યા હતા. કાર્યકર્તાઓએ “અમિત શાહ રાજીનામું આપો”, “ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંખી હૈ, અમિત શાહ અભી બાકી હૈ” તેમજ “વિદ્યાર્થીઓ અને યુવાઓ ઉપર ખોટી એફઆઈઆર બંધ કરો” જેવા નારા લગાવીને સમગ્ર વિસ્તાર ગૂંજવી મુક્યો હતો.

પોલીસનો કાફલો ખડકી દેવાયો

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા માટે 2 જેસીપી (JCP), અલગ-અલગ વિસ્તારના એસીપી (ACP) અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) સહિત અંદાજે 400 થી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો નહેરુ બ્રિજ ચાર રસ્તા ખાતે ખડકી દેવાયો હતો.


Related Posts

Load more