Ahmedabad Flood: અમદાવાદ શહેરમાં ગુરુવારે (23મી જુલાઈ) પડેલા મુશળધાર વરસાદ બાદ 60 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં બોપલ, ઘુમા, શેલા, શીલજ અને આંબલી જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વણસેલી જ છે. વરસાદ થંભી ગયા બાદ પણ અનેક સોસાયટીઓ અને ઘરોના બેઝમેન્ટ હજી પણ તળાવમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. અનેક સ્થળોએ 3થી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો નજરકેદ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
રકાબી જેવું બંધારણ અને રોડનું ઊંચું લેવલ બન્યું મુસીબત
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બોપલ વિસ્તારનું ભૌગોલિક બંધારણ ‘ચાની રકાબી’ જેવું હોવાથી આસપાસનું તમામ પાણી અહીં એકત્ર થાય છે. તદુપરાંત, આ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર અને યોગ્ય ડ્રેનેજ લાઈનનું માળખું ન હોવાથી પાણીના ત્વરિત નિકાલમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
બીજી તરફ, આંબલી વિસ્તારની પોશ ગણાતી ‘સેન્ટોસા પાર્ક’ સોસાયટીમાં પણ અર્બન પ્લાનિંગની ગંભીર ખામી સામે આવી છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, ઝવેરી સર્કલથી રિંગરોડ તરફનો નવો રસ્તો સોસાયટીના મૂળ લેવલથી આશરે 5 ફૂટ ઊંચો બનાવવામાં આવતાં આસપાસનું તમામ પાણી સોસાયટી તરફ ધસી આવે છે. આ સોસાયટીમાં 125 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
સેન્ટોસા સોસાયટીમાં ઉદ્યોગપતિ સહિતની હસ્તીઓ રહે છે
સેન્ટોસા પાર્ક સોસાયટીમાં શહેરના અનેક જાણીતા ઉદ્યોગપતિઓ અને અગ્રણી નાગરિકો રહે છે, જેમાં વાડીલાલ ગ્રૂપના રાજેશ ગાંધી, વિવાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ તેજસ જોશી, ખાંડવાલા ગ્રૂપના ઓનર રાજેશ ખાંડવાલા, કુંવરજી ફીનસ્ટોકના નયનભાઈ ઠક્કર, જ્વેલર્સ મનુભાઈ ઝવેરી સહિતની હસ્તીઓનો સમાવેશ થાય છે.
19 સોસાયટીમાં પાણીના નિકાલની કામગીરી ચાલું
કરોડપતિઓની સોસાયટી બચાવવા ગામ ડૂબાડ્યાનો આક્ષેપ
તંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત અને નિકાલના પ્રયાસો
પાણીનો ઝડપી નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે:
•હંગામી નાળું: બોપલમાંથી પાણી કાઢવા માટે આશરે 350 મીટર લંબાઈનું હંગામી નાળું બનાવી ડીવોટરિંગ પમ્પ દ્વારા ૧૨૦૦ મીમી લાઈનમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ પાણી ઘુમા તળાવ થઈ ગોતા-ગોધાવી કેનાલ મારફતે આગળ મોકલવામાં આવી રહ્યું છે.
•પાણીનો ઉલેચાવ: તંત્રના દાવો અનુસાર અત્યાર સુધીમાં 55.27 કરોડ લિટરથી વધુ વરસાદી પાણી ઉલેચવામાં આવ્યું છે.
•સોસાયટીઓમાં કામગીરી: શહેરમાં ભરાયેલા 126 માંથી 107 સોસાયટીઓમાંથી પાણી નીકાળી દેવાયા છે, જ્યારે ૧૯ સોસાયટીઓમાં હજુ પણ પમ્પિંગ કામગીરી ચાલુ છે.