અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

By: nationgujarat
09 Sep, 2025

ભાદરવી પૂનમના મહામેળાની સફળ પૂર્ણાહુતિ બાદ, શક્તિપીઠ અંબાજી મંદિરમાં પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભાદરવા વદ ત્રીજ, એટલે કે 10 સપ્ટેમ્બર 2025ના રોજ આ વિધિ યોજાશે.  જે અંતર્ગત મંદિર ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની સફાઈ કરવામાં આવશે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે.

પ્રક્ષાલન વિધિ

પ્રક્ષાલન વિધિ 10 સપ્ટેમ્બર બુધવારના રોજ બપોરે 1 વાગ્યે શરૂ થશે. આવતીકાલે પ્રક્ષાલન વિધિ હોઈ માતાજીના મંદિર અને સોનાચાંદીના વાસણોને અમદાવાદના સોની પરિવારના માણસો દ્વારા ધોવા આવવાની પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત વર્ષમાં એક જ વાર જેની પૂજા થાય છે તેવા વિસાયંત્રને ભટ્ટજી મહારાજના હસ્તે બહાર કાઢવામાં આવે છે. જેને કોટેશ્વરમાંથી વહેતી નદીના શુધ્ધ જળ વડે ધોવામાં આવે છે. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ કરી તેને પુનઃ ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવે છે.


Related Posts

Load more