હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

By: nationgujarat
30 Oct, 2025

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો-ગ્રામજનો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલે 11 ગામોના ખેડૂતો આજે 30 ઑક્ટોબરે કાંકણોલમાં મહાપંચાયત યોજી હતી, જેમાં 15 હજારથી વધુ ખેડૂતોએ HUDA સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

HUDAની કામગીરીથી 40 ટકા જમીન કપાતમાં જશે: ખેડૂતો

હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. ઉગ્ર આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આક્ષેપ છે કે, HUDAની કામગીરીથી ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જશે. ત્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા હાથમાં બેનર્સ અને પોસ્ટર લઈને આંદોલન પર ઉતર્યા છે.


Related Posts

Load more