સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ એકસાથે આત્મહત્યા કરી

By: nationgujarat
28 Oct, 2023

Surat News : સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી છે. સુરતના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાની આ ઘટના બની છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં 7 લોકોએ આત્મહત્યા કરી મોત વ્હાલુ કર્યું છે. હાલ સુરત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પરિવારે સામુહિક આપઘાત કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી વિભાગમાં રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ ડીસીપી કક્ષાના અધિકારીઓ તાત્કાલિક માહિતી મળતા દોડી આવ્યા છે. મોડી રાતે પરિવારે મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોયુ તો પરિવારના મોભીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તો સાથે જ પરિવારના અન્ય 6 સભ્યોએ ઝેરી પદાર્થ પીને આપઘાત કર્યો હતો. પાલનપુર પાટિયા પાસેના નૂતન રો હાઉસ ની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેંટમાં એક જ પરિવારનાના સાત લોકો સાથે રહેતા હતા. દિકરાએ માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી જાતે ફાંસી લગાવી આત્મહત્યા કરી છે.

સુરત પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું. સ્થાનિક માહોલમાં ચર્ચા જગાવી છે. તો સાથે આ વાતની જાણ થતા જ તેમના સ્વજનો દોડી આવ્યા છે. તો પરિવારના મોભીનો મોબાઈલ એફએસએલમાં મોકલી દેવાયો છે.


Related Posts