સરદારનગર દારૂ પાર્ટી મામલે મકાન માલિક તો ચૌકવનારા ખુલાસા કર્યા , મકાન માલિકની વાત સાંભળીને જ નાવાઇ લાગે

By: Nation Gujarat Team
20 Nov, 2026

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝમાં વાસ્તુ પૂજન પ્રસંગે દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે આ સમગ્ર પ્રકરણમાં મકાન માલિક ધીરજ પરમાર મીડિયા સમક્ષ આવ્યા છે. મકાન માલિક ધીરજભાઈ આર્મીમાં ક્લાસ-2 અધિકારી હોવાનું સામે આવ્યું છે. તેમણે સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે 15 નવેમ્બરે તેમના ઘરે વાસ્તુ પૂજનનો પ્રસંગ હતો, પરંતુ દારૂ ક્યાંથી અને કોણ લાવ્યું તે અંગે તેમને કોઈ માહિતી નથી.

વાસ્તુ પ્રસંગમાં મુંબઈથી મહેમાનો આવ્યા હતા

મીડિયા સાથેની વાતચીતમાં મકાન માલિક ધીરજ પરમારે જણાવ્યું હતું કે, ગત 15 તારીખે તેમના નવા ઘરનું વાસ્તુ પૂજન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં મહારાષ્ટ્રના મુંબઈથી મહેમાનો આવ્યા હતા. વાયરલ થયેલા વીડિયો અંગે તેમણે સ્વીકાર્યું હતું કે વીડિયોમાં તેમના ભત્રીજા અને પરિવારના સભ્યો દેખાઈ રહ્યા છે. જોકે, ઘરમાં દારૂની બોટલો કોણ લાવ્યું અને ક્યાંથી આવી તે અંગે પોતે અજાણ હોવાનું તેમણે નિવેદન આપ્યું હતું.

પોલીસને તમામ માહિતી અને નામ આપી દીધા હોવાનું નિવેદન

ધીરજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસની ટીમ તેમના ઘરે તપાસ માટે આવી હતી. તેમણે પોલીસને વાયરલ વીડિયોમાં દેખાતા તમામ લોકોના નામ અને અન્ય જરૂરી માહિતી આપી દીધી છે. મકાન માલિકે પોલીસને આ સમગ્ર તપાસમાં તમામ પ્રકારની મદદ અને સહયોગ આપવાની ખાતરી પણ આપી છે. હાલ પોલીસ દ્વારા વાયરલ વીડિયો અને મકાન માલિકે આપેલી વિગતોના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score