શ્રીલંકા સામે આવતીકાલે ભારતની મેચ, હાર્દીક પંડયા નહી રમે મેચ

By: nationgujarat
01 Nov, 2023

આવતીકાલે વિશ્વકપમાં ભારત અને શ્રીલંકાની મેચ રમાવાની છે ભારત 6માંથી 6 મેચ જીતી ને પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે જયારે આજે આફ્રિક ન્યુઝીલેન્ડને હરાવી પહેલા સ્થાને પહોચી ગઇ છે. વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા માટે ચિંતા જનક સમાચાર છે કે હાર્દીક પંડયા હજુ ફિટ થયો નથી. હાર્દીક એક ઓલરાઉન્ડરના રૂપમાં ટીમને ઘણો ઉપયોગથી થતો બેટીગ અને બોલિગમાં રોહીતને એક ઓપશન મળી રહેતુ પરંતુ બાંગ્લાદેશ સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયા પછી હજી સુઘી હાર્દીક ફીટ નથી. શ્રીલંકાની મેચ સામે હવે શ્રેયસ અય્યર રમશે તે લગભગ નક્કી છે તે જે રીતે નેટ પ્રેકટીસ કરતો હતો તે જોતા લાગે છે કે  શ્રીલંકા સામે મેચ રમશે. ટીમમાં કોઇ બદલાવ કરે તેની શક્યતા ઓછી છે.

હાર્દીકના લેટેસ્ટ અપડેટ ક્રિકેટ ઇન્ફોના જણાવ્યા પ્રમાણે , ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશ્વ કપની ઓછામાં ઓછી આગામી બે મેચો ચૂકી જશે, જે અનુક્રમે ગુરુવાર અને રવિવારે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે રમાનાર છે. 19 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન  તેને એડીમાં ઈજા થઈ હતી.

શ્રીલંકાની મેચ સામે રોહીત શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપી તેને એક તક આપી શકે છે  તો   સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં લગભગ ફાઇનલ છે . શ્રેયસ અય્યરની જગ્યાએ ઇશાન કિશનને પણ તક મળવી જોઇએ કારણ કે શ્રેયસ કરતા ઇશાનનું પ્રદર્શન સારુ રહ્યુ છે તેથી શ્રીલકાની મેચ સામે એક તક આપી આફ્રિકા સામેની મહત્વની મેચમાં રોહીત તેની બેસ્ટ ટીમ ઉતારી શકે.

 


Related Posts