Related Posts
રાજકોટ અગ્નીકાંડમા ટાઉન પ્લાનીગ એમ.ડી.સાગઠીયા ભ્રષ્ટાચાર કરી કરોડોની સંપતી બનાવી હોવાનો અહેવાલ મીડિયામા આવ્યો છે . રાજકોટના સાંસદે પણ આ અધિકાર પર ભ્રષ્ટાાચારનો આક્ષેપ કર્યો છે ત્યારે આજે ભાજપના વધુ એક નેતાએ રાજકોટના અધિકારી સાગઠીયા પર લાંચ લેવાનો આક્ષેપ કર્યો છે મહત્વનુ છે કે 12 વર્ષ પછી કેમ આ બ્રહ્મજ્ઞાન થયુ. અમરેલીના નેતા ભરત કાનાબારે ન્યુઝ 18ને આપેલી જાણકારીમા જણાવ્યું કે,માર્કેટ યાર્ડના પ્લાન પાસ કરવાા માટે કે.ડી.સાગઠીયાએ 2.50 લાખની લાંચ લીધી હોવાની વાત કરી છે. આ અંગે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ફરિયાદ કરી હતી વર્ષ 2012મા ટાઉન પ્લાનીગના હોદ્દા પર હતા. એપીએમસીની જમીન બીન ખેતીનો નકશો પાસ કરાવવા માટે લાંચ માગી હોવાનો આક્ષેપ કર્યો છે.
સમાચાર વધુ અપડેટ થઇ રહ્યા છે.