વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં ગત મોડી રાત્રે કૌટુંબિક કલેશમાં પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિ બંટીએ પત્ની પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મહિલા લોહીથી લથપથ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ અને DCP સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને રાઉન્ડઅપ કરી લીધો છે, જ્યારે FSLની મદદથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ અવન્યુમાં ગત મોડી રાત્રે એક હૃદયને હચમચાવતી હત્યાની ઘટના સામે આવી છે. પતિએ પોતાની જ પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. મૃતક મહિલા લોહીથી લથપથ થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત DCP ઝોન-4 એન્ડ્ર્યુ મેકવાને પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેઓએ કહ્યું કે, અહીંયા મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી હતી. જેને લઈ પોલીસની ટીમો અહીંયા પહોંચી છે અને તપાસ ચાલુ છે. FSL ટીમને પણ અહીંયા બોલાવવામાં આવી છે. જેથી ઘટનાસ્થળ પરથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને રાઉન્ડઅપ કરી લીધો આ મામલે નવાપુરા પોલીસ માથકના PI બી.એમ.પરમારે જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનામાં પતિ બંટી એ જ પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી હોવાનું હાલ સુધીમાં સામે આવ્યું છે. આરોપીને અમે રાઉન્ડઅપ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.