ભચાઉમાં ધોળા દિવસે ફાયરિંગમાં એકનું મોત
મળતી માહિતી મુજબ, ભચાઉના વોંધ ઓવરબ્રિજ નીચે ફાયરિંગની ઘટનામાં હરિદાસ સાધુ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી મૃતકનો સગો ભત્રીજો મુકેશ સાધુ હતો. હત્યાની ઘટનાને લઈને પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી, આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી
આરોપીની ધરપકડ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કૌટુંબિક આડા સંબંધોના કારણે ભત્રીજાએ સગા મોટા બાપુની હત્યા કરી હતી. જેમાં મૃતક હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશના સંબંધ હોવાની આશંકાને પગલે આરોપીએ મૃતકને રસ્તા પરથી હટાવવા માટે ઘટનાને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે