શિવમ માવી વિશે લખનઉ સુપર જાયન્ટ્સે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘દુર્ભાગ્યે, શિવમ માવી ઈજાને કારણે IPL 2024માંથી બહાર થઈ ગયો છે. જમણા હાથનો ફાસ્ટ બોલર ડિસેમ્બરમાં હરાજી દરમિયાન અમારી સાથે જોડાયો હતો અને સિઝનની શરૂઆત પહેલા પ્રી-સીઝન કેમ્પમાં પણ ભાગ લીધો હતો. શિવમ માવી અમારી ટીમનો મહત્વનો હિસ્સો હતો, તેથી શિવમની સાથે અમે પણ દુઃખી છીએ કે આ સિઝન તેના માટે ખૂબ જ વહેલી સમાપ્ત થઈ ગઈ. અમે આશા રાખીએ છીએ કે શિમાવ પહેલા કરતા વધુ સારી રીતે પરત ફરશે. લખનૌ સુપર જાયન્ટ્સ ફાસ્ટ બોલર શિવમ માવી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માંથી બહાર થઈ ગયો છે. શિવમ માવી ઈજાના કારણે IPL 2024માંથી બહાર છે, તે આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી. શિવમ માવી IPL 2024 માટે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ બન્યો. લખનૌ સુપર જાયન્ટ્સે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત નોંધાવી અને બીજા જ દિવસે શિવમ માવીના IPL 2024માંથી બહાર હોવાના સમાચાર આવ્યા.
લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો ટીમે ત્રણમાંથી બે મેચ જીતી છે. IPL 2024 પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટ્સ હાલમાં ચોથા સ્થાને છે. ફાસ્ટ બોલર મયંક યાદવે ટીમને ઘણી પ્રભાવિત કરી છે અને તેની સ્પીડ તેમજ લાઇન અને લેન્થથી તેણે વિરોધી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા છે. IPL 2024ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે શિવમ માવીને 6.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શિવમ અગાઉ ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝી ટીમનો ભાગ રહી ચૂક્યો છે.