રૂષભ પંતના ફેન્સ માટે સારા સમાચાર છે આઇપીએલમાં પંતને મેદાનમાં રમતો જોઇ શકશે ફેન્સ આ અંગે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આગામી IPL સિઝનથી ફરી એકવાર ક્રિકેટ રમતા જોવા મળશે.
30 ડિસેમ્બર, 2022 ના રોજ, પંતની કાર, જે તેની માતાને મળવા માટે દિલ્હીથી તેના વતન રૂરકી જઈ રહી હતી, તે રોડ ડિવાઈડર સાથે અથડાઈ અને આગ લાગી. કારમાં આગ ભભૂકી ઉઠી હોવા છતાં, તે ચમત્કારિક રીતે કોઈ જીવલેણ ઈજાઓ વિના બચી ગયો હતો. જો કે તે સમયે તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે ઘટનાના 40 દિવસ પછી, પંત પ્રથમ વખત પોતાના પગ પર ઉભા થયા. એક વાત એ પણ છે કે પંત પોતાની ઈજામાંથી ખૂબ જ ઝડપથી સાજો થઈ રહ્યો હતો અને થોડા દિવસો પહેલા તે NCAમાં પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો.
ગુરુવારે પંતે કોલકાતામાં દિલ્હી કેપિટલ્સ દ્વારા આયોજિત શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરનું આયોજન જાદવપુર યુનિવર્સિટીના સોલ્ટ લેક કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દિલ્હી કેપિટલ્સના ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
પંત વિશે અપડેટ આપતા ગાંગુલીએ પત્રકારોને કહ્યું, “તે (પંત) હવે ઠીક છે અને આગામી આઈપીએલ સીઝનમાં ભાગ લેશે.”
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે પંત 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાનારી IPLની હરાજી પહેલા રણનીતિ નક્કી કરવા માટે ત્રણ દિવસની મુલાકાતે અહીં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ગત સિઝનમાં પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે સિઝનમાં દિલ્હીનું પ્રદર્શન શાનદાર રહ્યું ન હતું અને તેઓ નવમા સ્થાને રહ્યા હતા.
ગાંગુલીએ કહ્યું, “ઋષભ અહીં પ્રેક્ટિસ નહીં કરે. તેને પ્રેક્ટિસમાં આવવા માટે હજુ સમય છે. જાન્યુઆરી (2024) સુધીમાં તે વધુ સારો થઈ જશે.”
“અમે ટીમ વિશે વાત કરી રહ્યા હતા. તે કેપ્ટન છે, તેથી તેણે આગામી હરાજી વિશે પોતાના મંતવ્યો આપ્યા. તેથી જ તે અહીં ટીમ સાથે જોડાયો અને અમે કેટલાક પાસાઓ પર અંતિમ નિર્ણય લીધો.”