રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાના આરે, અમદાવાદની 35 સ્કૂલે વર્ગ ઘટાડવા દરખાસ્ત કરી
By: nationgujarat
31 Aug, 2024
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો હવે બંધ થવાના આરે છે. અમદાવાદની 35 સ્કૂલે વર્ગ ઘટાડવા માટે દરખાસ્ત કરી છે. શહેરની 35 ગ્રાન્ટેડ સ્કૂલોમાં સંખ્યા ના જળવાતા 35 વર્ગ બંધ થશે. 10 સ્કૂલોમાં 10 વર્ગનો ઘટાડો કરવામાં આવ્યો છે. તબક્કાવાર તમામ 35 વર્ગ બંધ કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે શહેરમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થીઓ જાળવવાના હોય છે.
અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ કહ્યું કે, ‘ચાલુ વર્ષે 35 જેટલા વર્ગ ઘટાડાની દરખાસ્ત આવેલી છે તેમનું હિયરિંગ કરવામાં આવશે અને જે શિક્ષકો ફાજલ પડતા હશે તેમને અન્ય શાળામાં મુકવામાં આવશે. જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર્યાપ્ત નહીં હોય તેમને નજીકની શાળામાં શિક્ષક નીરિક્ષક મોકલીને શિફ્ટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે દર વર્ષે આ પ્રક્રિયા કરવામાં આવે છે.’
અમદાવાદની 35 સ્કૂલોમાં 35 વર્ગ બંધ કરાશે
- મુક્તજીવન વિદ્યાલય, ઇસનપુર
- કર્મયોગ વિદ્યાલય, સાબરમતી
- સત્સંગી હાયર સેકન્ડરી સ્કૂલ
- કૃષ્ણ વિદ્યાલય, બાપુનગર
- મીરા અંબિકા હાયર સેકન્ડરી સ્કૂલ
- જે.એલ. ઉચ્ચતર માધ્યમિક શાળા મણીનગર
- આઈ પી મિશન સ્કૂલ
- ગુજરાત વિનય મંદિર સ્કૂલ
- ખાલસા લિટલ ફ્લાવર
- રંજન માધ્યમિક સ્કૂલ, બાપુનગર
- વિશ્વવિદ્યાલય, અસારવા
- સરસ્વતી વિદ્યાલય, નરોડા
- સુનંદા વોહરા સ્કૂલ, વસ્ત્રાપુર
- એ.જી હાઇસ્કુલ, નવરંગપુરા
- સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, મીરજાપુર
- ગીતા વિદ્યાલય, અમરાઈવાડી
- ગાંધી વિદ્યાલય, અસારવા
- દામુભાઈ શુકલા માધ્યમિક સ્કૂલ
- પંડિત નેહરુ વિદ્યાવિહાર, બેહરામપુરા
- જ્ઞાન યજ્ઞ ગર્લ્સ હાઇસ્કુલ, શાહપુર
- ભગવતી વિદ્યાલય, બાપુનગર
- ભાવના વિદ્યાલય, કુબેરનગર
- વી પી મહેતા જય હિન્દ હાઇસ્કુલ, મણીનગર
- ભાવના હાઇસ્કુલ, કુબેરનગર
- રાષ્ટ્રભારતી હિન્દી હાઇસ્કુલ, સીટીએમ
- રઘુનાથ હિન્દી હાઈસ્કૂલ, બાપુનગર
- ઉમા શિક્ષણ તીર્થ, નરોડા
- શારદા ગર્લ્સ હાઇસ્કુલ, કલાપી નગર
- ભગવતી વિદ્યાલય, હાથીજણ
- દિવાન બલ્લુભાઈ માધ્યમિક સ્કૂલ, કાંકરિયા
- જયમનબેન દવે કન્યા વિદ્યાલય, મણીનગર
- શારદા વિદ્યામંદિર, પાલડી