રાજકોટમાં IND Vs AUS ત્રીજી વન-ડે: ઓસ્ટ્રલીયાનો સ્કોર 32 ઓવરમાં 243-3

By: nationgujarat
27 Sep, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેન અને એલેક્સ કેરી ક્રિઝ પર છે.

પ્રસિદ્ધ ક્રિષ્નાએ ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવતા ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. વોર્નર 56 રને આઉટ થયો હતો. કુલદીપ યાદવે મિચેલ માર્શની સદી પૂરી કરવા દીધી નથી. તેણે માર્શને 96 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. સિરાજે ટીમ ઈન્ડિયાની ત્રીજી સફળતા અપાવતા સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. સ્મિથ 74 રને આઉટ થયો હતો.

વોર્નરે સિક્સ ફટકારીને તેની 31મી ફિફ્ટી પૂરી કરી
ઓપનર ડેવિડ વોર્નરે તેની ODI કારકિર્દીની 31મી ફિફ્ટી ફટકારી હતી. તેણે પોતાની અડધી સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. તે 34 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 164.71ના સ્ટ્રાઈક રેટથી 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 34 બોલમાં 56 રન બનાવ્યા હતા.

વોર્નર-માર્શની વિસ્ફોટક શરૂઆત
ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમને ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. ટીમે 49 બોલમાં 78 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ભાગીદારી પ્રસિદ્ધ ક્રિષ્નાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: નવમી ઓવરના પહેલાં બોલે પ્રસિદ્ધ ક્રિષ્નાએ સ્લોઅર બોલ નાખ્યો, જેને વોર્નર ઑફ સ્ટમ્પ પર જઈને સ્કુપ શોટ મારવા ગયો, પણ તેના ગ્લોવ્ઝમાં અડીને વિકેટકીપર કેએલ રાહુલને કેચ આપી બેઠો હતો.

બીજી: 28મી ઓવરે કુલદીપે મિચેલ માર્શને શોર્ટ બોલમાં ગુગલી નાખી હતી, જેને માર્શ કવર પરથી મારવા ગયો, પણ ત્યાં ઊભેલા પ્રસિદ્ધ ક્રિષ્નાએ કેચ કર્યો હતો.

ત્રીજી: 32મી ઓવરના ત્રીજા બોલે સિરાજે લેન્થ ડિલિવરી નાખી, જે સીધી રહી, સ્ટીવ સ્મિથ તેને ફ્લિક રમવા ગયો, પણ શોટ ચૂકી જતા LBW આઉટ થયો હતો.


Related Posts