યશસ્વીને ડ્રેસીંગ રૂમમાં મળ્યું ખાસ ગ્રાન્ડ વેલકમ

By: nationgujarat
14 Jul, 2023

ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ . યશસ્વીએ 143 રન બનાવ્યા છે અને હજુ પણ અણનમ રહ્યો છે. મેચના ત્રીજા દિવસે લોકો તેની પાસેથી બેવડી સદીની રાહ જોઈ રહ્યા છે. ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે બે વિકેટે 312 રન બનાવી લીધા છે અને લીડ 162 રનની છે. આવી સ્થિતિમાં આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું પલ્લું અત્યારે ભારે દેખાઈ રહ્યું છે. જ્યારે મેચના બીજા દિવસે રમત પૂરી થઈ અને યશસ્વી ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ, કેપ્ટન રોહિત શર્મા અને અન્ય તમામ સપોર્ટ સ્ટાફે પણ ઉભા થઈને  યશસ્વીને  અભિનંદન પાઠવ્યા હતા.

યશસ્વી પહેલા જ ઈતિહાસ રચી ચૂક્યો છે, પરંતુ હવે બધાને અપેક્ષા છે કે તે બેવડી સદી ફટકારે. યશસ્વી પહેલા બે દિવસથી બહુ ઝડપી બેટિંગ કરતો જોવા મળ્યો નથી, પરંતુ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા ઝડપી રન બનાવીને મહત્તમ રન બનાવીને વેસ્ટ ઈન્ડિઝને બેટિંગ માટે આમંત્રિત કરી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં સમેટાઈ ગઈ હતી, આવી સ્થિતિમાં તેમના પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે. યશસ્વી અને રોહિતે આ મેચમાં ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 229 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 36 રન પર રમી રહેલા યશસ્વી સાથે ક્રીઝ પર હાજર છે.


Related Posts