મોડાસા નજીક ટ્રક વીજ તારને અડકતા 150 બકરા ભરેલી સળગી, 3 લોકોના મોતની આશંકા

By: nationgujarat
09 Oct, 2023

અરવલ્લી જિલ્લાના મોડાસાથી સમાચાર આવી રહ્યા છે. મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રને જાણ કરી હતી. જેને લઈ વીજ લાઈન બંધ કરી સ્થાનિકોએ અને ફાયરની ટીમોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આગમાં ત્રણ લોકો ભડથુ થયા હોવાની પણ આશંકા છે.


Related Posts