મલાઈકા અરોરા બીજીવાર લગ્ન કરશે?

By: nationgujarat
12 Nov, 2022

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા લગ્ન કરવાની છે? આ સવાલ એક્ટ્રેસની એક પોસ્ટ બાદ ચાહકોના મનમાં ઘુમરાઈ રહ્યો છે. મલાઈકાની એક પોસ્ટ બાદ ચાહકો લગ્નની ચર્ચા કરી રહ્યા છે. મલાઈકા તથા અર્જુન વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર છે.

શું મલાઈકાએ સગાઈ કરી લીધી?
મલાઈકાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ શરમાય છે અને તેણે કેપ્શનમાં કહ્યું હતું, ‘મેં હા પાડી દીધી છે.’ મલાઈકા બ્લેક ટેંક ટોપમાં હતી. આ પોસ્ટ વાઇરલ થતાં જ ચાહકો કમેન્ટ કરી રહ્યા છે કે શું મલાઈકાએ લગ્ન માટે હા પાડી દીધી છે? સેલેબ્સ તથા ચાહકોએ મલાઈકાને શુભેચ્છા પણ પાઠવી છે.

શું અર્જુન કપૂર ને મલાઈકા લગ્ન કરશે?
ચર્ચા છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે. બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુન તથા મલાઈકાને લૅવિશ લગ્નની ઈચ્છા નથી. બંનેને સાદગી ગમે છે. રજિસ્ટર વેડિંગ બાદ બંને વેડિંગ પાર્ટી આપશે. આ વેડિંગ પાર્ટીમાં માત્રને માત્ર પરિવાર ને મિત્રો જ હશે. અર્જુન કપૂરનો પૂરો પરિવાર, મલાઈકાના પેરેન્ટ્સ, બહેન અમૃતા અરોરા તથા કરીના કપૂર, કરિશ્મા કપૂર ખાસ હાજર રહેશે. વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મલાઈકા તથા અર્જુન રજિસ્ટર વેડિંગમાં બહુ હેવી કપડાં પહેરવાના નથી. રજિસ્ટર વેડિંગમાં મલાઈકા એકદમ સિમ્પલ સાડી પહેરશે અને અર્જુન પણ એકદમ સાદો કુર્તો પહેરશે. પાર્ટીમાં બંને વેસ્ટર્ન આઉટફિટ પહેરશે અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપશે.

48ની ઉંમરમાં કેવી રીતે ફિટ રહે છે?
મલાઈકા અરોરા 48ની છે, પરંતુ તેની ફિટનેસ જોઈને કોઈને ખ્યાલ ના આવે કે તેની ઉંમર આટલી છે. મલાઈકાએ અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે યોગ તથા વર્કઆઉટ અને પ્રોપર ડાયટને કારણે ફિટ રહે છે. તે હેલ્થી ફૂડ લેતી હોય છે, તે ઘરનું સાદું ભોજન લેવાનું પસંદ કરે છે.ડિવોર્સ બાદ દીકરાની કસ્ટડી મલાઈકાને મળી
મલાઈકા તથા અરબાઝે ડિવોર્સ લીધા છે. 2017માં ડિવોર્સ થયા ત્યારે મલાઈકાને દીકરાની કસ્ટડી મળી હતી.


Related Posts

Load more