Related Posts
ભાવનગરના લઠ્ઠાકાંડથી મૃત્યુ પામનારનો આંકડો 13 પર પહોચ્યો છે. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં સારવાર હેઠળના વધુ એક દર્દીનું મોત થયું છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં, સત્તાવાર રીતે કુલ 13 વ્યક્તિઓના મોત થયા છે. કાળિયાબીડના સાગવાડીમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું સારવાર દરમ્યાન નીપજ્યું મોત. હજુ પણ ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઝેરી દારૂ પીવાથી 4 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ સવારે ભાર્ગવ ઉપાધ્યાયનું સારવાર દરમ્યાન મોત નિપજતા સત્તાવાર આંકડો 13એ પહોંચ્યો છે.