ભારતીય ખેલાડીઓએ નેપાળના ખેલાડીઓને આટલું સન્માન આપીને લોકોનું દિલ જીત્યુ

By: nationgujarat
05 Sep, 2023

ભારતે (ભારત એશિયા કપ) નેપાળની ટીમ સામે 10 વિકેટે શાનદાર વિજય મેળવ્યો. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર અડધી સદી ફટકારીને ભારતને જીત અપાવી હતી. નેપાળે પ્રથમ બેટિંગ કરીને 230 રન બનાવ્યા હતા, જે બાદ ભારતે વરસાદ વિક્ષેપિત મેચમાં 20.1 ઓવરમાં 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રોહિત શર્માને તેની 74 રનની તોફાની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. બીજી તરફ મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળી ખેલાડીઓનું પણ સન્માન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં, ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ ફોર્મમાં નેપાળી ખેલાડીઓ ને સારુ પ્રદર્શન કરવા બદલ  શુભેચ્છા પાઠવી મેડલ પણ પહેરાવતા જોવા મળે છે. . ભારતીય સ્ટાર ખેલાડીઓ તરફથી આટલું સન્માન મળ્યા બાદ નેપાળના ખેલાડીઓ ખુશ છે. ફેન્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોહલી અને હાર્દિક નેપાળના ખેલાડીઓનું સન્માન કરતા જોવા મળી રહ્યા છે.

જો મેચની વાત કરીએ તો નેપાળે પ્રથમ બેટિંગ કરી, ભારત તરફથી સિરાજે 3 વિકેટ ઝડપી. આ સાથે જ જાડેજાએ પોતાના ખાતામાં 3 વિકેટ પણ લીધી હતી. નેપાળ સામેની જીત બાદ ભારતીય ટીમ સુપર 4માં પહોંચી ગઈ છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4માં મુકાબલો છે. સુપર 4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાશે.


Related Posts