ભારતમાં રાત્રે 8:37 વાગ્યે જોવા મળ્યો સુપર બ્લુ મૂન

By: nationgujarat
30 Aug, 2023

આજે રક્ષાબંધન પર ફુલ મૂન, સુપરમૂન અને બ્લુ મૂન એકસાથે જોવા મળ્યા. આ ખગોળીય ઘટનાને ‘સુપર બ્લુ મૂન’ કહેવામાં આવે છે. તે સામાન્ય કરતાં 14 ટકા મોટો અને તેજસ્વી જોવા મળ્યો. આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. હવે સુપર બ્લુ મૂન 13 વર્ષ પછી 2037માં જોવા મળશે.

અગાઉ પણ 1લી ઓગસ્ટે પૂનમ હતી. તે સમયે ચંદ્ર પૃથ્વીથી 3,57,264 કિલોમીટર દૂર હતો. જ્યારે સામાન્ય રીતે તે સૌથી દૂર 4,05,000 કિલોમીટર અને સૌથી નજીક 3,63,104 કિલોમીટર છે. હવે આ ખગોળીય ઘટના આગામી ઓગસ્ટ 19/20 ઓગસ્ટ, 2024માં રોજ જોવા મળશે.

સુપરમૂન શું છે?
સુપરમૂન એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર તેના સામાન્ય કદ કરતા મોટો દેખાય છે. દર વર્ષે ત્રણથી ચાર વખત સુપરમૂન જોવા મળે છે.

સુપરમૂન દેખાવા પાછળનું કારણ પણ ઘણું રસપ્રદ છે. હકીકતમાં, આ સમય દરમિયાન ચંદ્ર તેની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ભ્રમણકક્ષાની ખૂબ નજીક આવે છે. આ સ્થિતિને પેરીજી કહેવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર જાય છે, ત્યારે તેને એપોજી કહેવામાં આવે છે. જ્યોતિષી રિચાર્ડ નોલે સૌપ્રથમ 1979માં સુપરમૂન શબ્દનો ઉપયોગ કર્યો હતો.


Related Posts