ભારતની ટીમનું અમદાવાદમાં આગમન: ITC નર્મદા હોટલ પહોંચી ટીમ

By: nationgujarat
12 Oct, 2023

વર્લ્ડ કપ 2023ની હાઇ વોલ્ટેજ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી, તો આજે ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બાદમાં બસમાં બેસી ટીમ ITC નર્મદા હોટલ પહોંચી છે. ફેવરિટ પ્લેયર સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટરસિકોએ પડાપડી કરી હતી. .

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં પાકિસ્તાન સામેની મેચ પર મોટું નિવેદન આપ્યું છે. જ્યારે રોહિત શર્માને ભારત-પાકિસ્તાન મેચ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે આપણા માટે એ મહત્વનું છે કે આપણે બહારની વસ્તુઓ વિશે ચિંતા ન કરીએ અને માત્ર તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ. અમારે માત્ર સારું પ્રદર્શન કરવાની જરૂર છે.

ભારત-પાકિસ્તાન મેચ પર રોહિતે આપ્યું નિવેદન

રોહિતે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, “પીચ કેવી હશે અથવા અમે કયા સંયોજન સાથે રમી શકીએ છીએ તે અમે નિયંત્રિત કરી શકીએ છીએ, અમે બહાર શું થઈ રહ્યું છે તેની ચિંતા કરીશું નહીં. અમે ફક્ત અમે ખેલાડી તરીકે શું કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહી રહ્યા છીએ અને અમે કેવી રીતે સારું પ્રદર્શન કરી શકીએ છીએ.”

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંને મેચમાં એકતરફી જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાના અત્યાર સુધીના પ્રદર્શનથી ઘણો ખુશ છે. તેણે ભારતીય ટીમના પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.

અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત બાદ સચિન તેંડુલકરે લખ્યું છે, ‘બુમરાહ અને રોહિતે બે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું. આ બંનેને બોલિંગ અને બેટિંગ યુનિટ્સનો પણ સારો સપોર્ટ મળ્યો. અમે ટીમ ઈન્ડિયાની આ બે મેચોમાં અલગ-અલગ ખેલાડીઓને યોગદાન આપતા જોયા. જેના કારણે 14 ઓક્ટોબરની તૈયારીઓમાં સુધારો થયો છે


Related Posts

Load more