ભારતના એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગુગલ લાવે છે અર્થકવેક એલર્ટ સિસ્ટમ

By: nationgujarat
28 Sep, 2023

નવી દિલ્હી તા.28 : ભારતમાં એન્ડ્રોઈડ ફોન યુઝર્સને ભૂકંપનું અગાઉથી એલર્ટ મળી જશે.ટેક કંપની ગુગલ ટુંક સમયમાં એન્ડ્રોઈડ અર્થકવેક એલર્ટસ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે. જેની મદદથી ભૂકંપ આવતા જ લોકોને એલર્ટ મળી જશે.અનેક દેશોમાં અગાઉથી આ સિસ્ટમ છે ભારતમાં ટુંક સમયમાં શરૂ થશે. ગુગલે જણાવ્યું છે કે આ સિસ્ટમમાં મૌજુદ એકસેલેરોમીટરનો સીસ્મોગ્રાફ અર્થાત ભૂકંપનો પતો મેળવનાર સેન્સરની જેમ ઉપયોગ કરે છે.

તે ભૂકંપનાં સંકેતોને ઓળખી શકે છે જો ફોન એકીસાથે ભૂકંપના ઝાટકાને ઓળખે છે તો ગુગલનાં સર્વરને તેની ખબર પડી જશે પછી બધા યુઝર્સને ભૂકંપનું એલર્ટ જશે. કારણ કે ઈન્ટરનેટનું સિગ્નલ ભૂકંપની ઝડપી હોય છે એટલે તેજ ઝટકા પહેલા એલર્ટ પહોંચી જશે. માત્ર એન્ડ્રોઈડ-5 કે તેનાથી હાઈવર્ઝનવાળી મોબાઈલ પર જ ભૂકંપનું એલર્ટ મળશે. એલર્ટ મેળવવા યુઝર પાસે ઈન્ટરનેટ કનેકશન અને લોકેશન ઓન હોવુ જરૂરી છે. સાથે સાથે અર્થકવેક એલર્ટ સેટીંગ્સને પણ ઓન રાખવુ પડશે.


Related Posts