પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડી ડી રાજપૂતના પક્ષને રામ રામ,

By: nationgujarat
29 Mar, 2024
  • બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી
  • પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતના કોંગ્રેસને રામ રામ
  • ડી ડી રાજપૂત કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો
  • ડી ડી રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી હતા કોંગ્રેસના ઉમેદવાર
  • ડી ડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત
  • બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં વધી કોંગ્રેસની મુશ્કેલી

લોકસભા-2024ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાને પક્ષને રામ રામ કહેતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતે પક્ષને રામરામ કર્યા છે.

ડી ડી રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી હતા કોંગ્રેસના ઉમેદવાર

ડી ડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. ડી ડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા. ડી ડી રાજપૂત કોંગ્રેસ પક્ષ સાથે ઘણા વર્ષો સુધી જોડાયેલા રહ્યા હતા.


Related Posts