પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ભારતના પીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે

By: nationgujarat
10 Jun, 2024

ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. હવે પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. ચીનથી પરત ફર્યા બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે X પર લખેલા પોતાના ટૂંકા સંદેશમાં કહ્યું કે, ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન.

નરેન્દ્ર મોદીને અભિનંદન
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.

પીએમ મોદીએ શપથ લીધા
તમને જણાવી દઈએ કે ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને બહુમતી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે.

પાકિસ્તાનને દૂર રાખ્યું
ભારતમાં નવી સરકાર બન્યા બાદ જ્યારે તમામ પડોશી દેશોને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાનને તેનાથી દૂર રાખવામાં આવ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન જેવા પાડોશી દેશોના નેતાઓ પણ ભારત આવ્યા હતા અને શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.


Related Posts

Load more