નેપાળમાં ભૂસ્ખલનથી બે બસ નદીમાં ખાબકી:60 મુસાફરો ગુમ

By: nationgujarat
12 Jul, 2024

નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે હાઇવે પર ભૂસ્ખલન થતાં બે બસો ત્રિશૂલી નદીમાં ખાબકી હતી. ઘટના સ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

દુર્ઘટના બાદ લગભગ 60 લોકો ગુમ છે. નેપાળી મીડિયા હાઉસ કાઠમંડુ પોસ્ટ અનુસાર, બસ ડ્રાઇવરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 2 લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ અકસ્માત મધ્ય નેપાળમાં મદન-આશ્રિત હાઇવે પર સવારે 3.30 વાગ્યે થયો હતો. સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇન્દ્રદેવ યાદવે ANIને જણાવ્યું હતું કે, “પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત બંને બસમાં કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ભૂસ્ખલનમાં બસો તણાઈ ગઈ હતી. અમે ઘટના સ્થળે છીએ અને સતત વરસાદમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ તમામ સરકારી એજન્સીઓને મુસાફરોને શોધવા અને બચાવવાના નિર્દેશ આપ્યા છે. દહલે ટ્વિટર પર લખ્યું, “નારાયણગઢ-મુગલીન રોડ પર ભૂસ્ખલન અને દેશના વિવિધ ભાગોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે મિલકતોને નુકસાન થવાથી બસો વહી જવાથી લગભગ પાંચ ડઝન મુસાફરો ગુમ થયાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે.” હું ગૃહ વિભાગ સહિત સરકારની તમામ એજન્સીઓને પેસેન્જરોની શોધ કરવા અને તેમને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશ આપું છું.”


Related Posts

Load more