દેખાવમાં નાની ફટકડી ઔષધિ સમાન છે, અનેક પરેશાનીઓનો છે રામબાણ ઈલાજ

By: nationgujarat
12 Nov, 2022
  • નાની ફટકડી અનેક પરેશાનીઓમાંથી અપાવશે છૂટકારો
  • જાણો, ફટકડીને ઉપયોગ કરવાના ફાયદા
  • અનેક મુશ્કેલીઓમાં દવાની જેમ કરે છે કામ 

ફટકડીનો ઉપયોગ કરવાથી અનેક મુશ્કેલીઓમાંથી મળશે છૂટકારો 

ફટકડી એક એવી વસ્તુ છે, જે દરેક ઘરમાં હોય છે. ફટકડીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આમ તો ફટકડી બે પ્રકારની હોય છે. પહેલી લાલ અને બીજી સફેદ ફટકડી. પરંતુ મોટાભાગના લોકો વ્હાઈટ ફટકડીનો ઉપયોગ કરે છે. કેટલાંક ઘરમાં તેનો ઉપયોગ દાઢી કર્યા બાદ કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ ફટકડીનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી જાય છે. આવો જાણીએ કે ફટકડીના શુ ફાયદા છે.

યુરિન ઈન્ફેક્શન અને દાંતના દુ:ખાવાને કરો દૂર

જો તમને યુરિન ઈન્ફેક્શન થયુ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. દરરોજ ફટકડીના પાણીથી તમે પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરીને તમે યુરિન ઈન્ફેક્શનને દૂર કરી શકો છો. જો તમને દાંતની સમસ્યા થઇ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. ફટકડીના એન્ટી-બેક્ટેરિયલ ગુણ દાંતનો દુ:ખાવો અને મોંઢાની દુર્ગધને દૂર કરવામાં મદદ કરે છે.

પરસેવાની દુર્ગધમાંથી અપાવશે રાહત

જો તમારા શરીરમાંથી પરસેવાના કારણે વધારે દુર્ગધ આવે છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે ફટકડીનુ ચૂરણ બનાવી લો અને તેને સ્નાન કરવાના સમયે પાણીમાં નાખીને સ્નાન કરો. આવુ કરવાથી તમારા શરીરમાંથી દુર્ગધ દૂર થશે. આ ઉપરાંત જો તમને ઘણા લાંબા સમયથી દમ અથવા પછી ઉધરસ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે ફટકડીના ચૂરણને મધની સાથે મિલાવીને ચાટવાથી આ પરેશાનીમાંથી છૂટકારો મળશે.

ઘા પર અસરકારક 

જો તમને કોઈ જગ્યાએ વાગ્યુ છે અથવા પછી ઈજા થઇ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરો. કોઈ ઘા પરથી સતત લોહી વહી રહ્યું છે અને બંધ થતુ નથી તો ફટકડીના પાણીથી ઘાને ધોઈ નાખો.


Related Posts

Load more