થાણેમાં 100 ફૂટની ઊંચાઈએથી ગર્ડર મશીન પડ્યું:16 મજૂરોનાં મોત

By: nationgujarat
01 Aug, 2023

મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અકસ્માત થયો હતો. શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પર પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં 16 મજૂરોનાં મોત થયાં છે. ત્રણ ઘાયલ છે.

હાઇવે પર રાત્રીના સમયે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગર્ડર મશીન 100 ફૂટની ઊંચાઈએથી પડી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. અત્યારે પણ ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા છે.

બચાવ કાર્ય ચાલુ છે. ગર્ડર મશીનના ભારે વજનને કારણે તેને ઝડપથી દૂર કરવામાં આવી શકાતું નથી. ક્રેન આવ્યા બાદ જ બચાવકાર્યમાં ગતિ આવશે. અહેવાલો અનુસાર, શાહપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લગભગ 15 મૃતદેહો લાવવામાં આવ્યા છે.


Related Posts