તમે જાણો છો કે આખા વિશ્વના કયા દેશમાં ધીમી અને ઝડપી વાહોનો દોડે છે?

By: nationgujarat
10 Oct, 2023

વિશ્વના દરેક દેશમાં આજે વાહનોની સંખ્યા વધારે છે. રસ્તાઓ પર વાહનોની સંખ્યા શહેરોમાં વધુ જોવા મળે છે. બાંગ્લાદેશની રાજઘાની ઢાકા વિશ્વનું સૌથી ધીમું શહેર છે. જયારે સ્પિડ ઇન્ડિસ પર સૌથી ઝડપી શહેર અમેરિકાના મિશિગન રાજયમાં સ્થિત ફ્લિન્ટ છે. અમેરિકાની એક નોન ખાનગી રિસર્ચ સંસ્થાના તારણમાં આ વાત સામે આવી છે. આ અભ્ચાન નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ સેન્ટર દ્રારા હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 152 દેશોના 1200 શહેરો આવરી લેવામાં આવ્યા હતા.

NBERએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના તમામ શહેરો વિશ્વના 15 ટકા ધીમા શહેરોમાં સામેલ છે જ્યારે મધ્ય ઉત્તર મૈમનસિંઘ અને દક્ષિણ પુર્વિય બંદર શહેર ચંટ્ટોગ્રામને વિશ્વના 9માં અને 12માં સૌથી ધીમા શહેર તરીકે સુચિત કર્યા છે. ફિલન્ટનો ઇન્ડેક્ષ 0.48 છે તો ઢાંકાનો ઇન્ડેક્ષ 0.60 છે.

અમેરિકામાં લોકો  9 મિનિટમાંજ 9 કિમી સુઘી પહોચી જાય છે.

ટાઇમ્સ મેગેઝિને આ વિષય પર અહેવાલ લખતા જણાવ્યું છે કે, વિશ્વના સૌથી ઝડપી શહેર યુએસના ફિલન્ટમાં એરપોર્ટથી સ્લોન મ્યુઝિયમ ઓફ ડિસ્કવરી સુધીનું અંતર 9 કિમીનું છે જેને  પહોંચવામાં માત્ર 9 મિનિટ લાગેછે. બે નાઇજીરયન શહેર લાગોસ અને ઇકોરોડુ બીજા અને ત્રીજા સ્થાને છેત્યાર પછી ભારતીય શહેરો ભીવંડી અને કોલકતા છે.


Related Posts