ડેન્ગ્યુ-મેલેરિયામાં આ 8 વસ્તુઓ ખાઓ, પ્લેટલેટ કાઉન્ટ વધશે

By: nationgujarat
20 Aug, 2023

રાજયમાં ડેન્ગયુના કેસ સતત વધી રહ્યા છે, વરસાદી વાતાવરણ ને કારણે મચ્છરજન્ય રોગ વધતા જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘સિવિલમાં આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યુના સૌથી વધુ 196, મલેરિયાના 66 અને ચિકનગુનિયાના 24 કેસ નોંધાયા છે. કોઇ દર્દી મેલેરિયા પોઝિટિવ છે નહીં તેની ચકાસણી માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં મેલેરિયાના દર્દીને ક્લોરોક્વિન અને પ્રીમાક્વિનની દવા આપી રેડિકલ સારવાર થાય છે. મેલેરિયા અટકાવવા હોસ્પિટલમાં બંધિયાર તેમજ પીવાના કુલર-પાણીની પરબમાં નિયમિત અંતરે સાફ-સફાઈ થાય છે.

ડેન્ગ્યુ તાવ ગંભીર અને જીવલેણ સ્થિતિ હોઈ શકે છે જેની તાત્કાલિક સારવાર કરવાની જરૂર છે. આ દરમિયાન પ્લેટલેટ્સ વધારવા માટે તમારે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

શતાવરીના સેવનથી શરીરની ઉર્જા વધે છે અને દર્દીની નબળાઈ દૂર કરવામાં મદદ મળે છે.
કાળા મરીમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે જે દર્દીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
આદુના ગુણો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને તાવને ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
દાડમમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને અન્ય પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
નાળિયેર પાણી હાઇડ્રેશન જાળવવામાં મદદ કરે છે અને ચોક્કસ પોષક તત્વોથી સમૃદ્ધ છે.
મસૂર દાળમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે જે દર્દીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય હળદર, પપૈયું અને દહીં તેમજ બીટ ખાવાથી પણ લોહીમાં વધારો થયા છે

નોંધ – આ લેખ ફકત જાણકારી માટે છે તમારા ફેમેલી ડોકટરની સલાહ અવશ્ય લેવી.


Related Posts

Load more