ગૃહિણીઓની ચિંતા વધી! સીંગતેલમાં રૂ.15 અને કપાસિયા તેલમાં રૂ.20 નો અધધ વધારો

By: Nation Gujarat Team
31 Oct, 2026

તહેવારોની મોસમ નજીક છે ત્યારે સામાન્ય પ્રજા અને ગૃહિણીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્ય બજારોમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. રોજીંદા વપરાશના તેલોના ભાવ વધવાથી રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ગુજરાતની પસંદગીના તેલ ગણાતા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધારાથી લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

સીંગતેલમાં રૂ.15 અને કપાસિયા તેલમાં રૂ.20 નો વધારો

પ્રાપ્ત વિગતો મુજબ બજારમાં સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ.15 નો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂ.20 નો વધારો થયો છે. આ ભાવવધરા પાછળનું મુખ્ય કારણ માર્કેટમાં આવતી મગફળીમાં રહેલો ભેજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં વેચાણ માટે આવતી મગફળીમાં વધુ પડતો ભેજ હોવાના કારણે તેમાંથી નીકળતા તેલનું પ્રમાણ ઘટે છે, જેના સીધા લીધે તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

દિવાળી બાદ બજારમાં ભાવ ઘટવાની પ્રબળ શક્યતા

આ સતત વધતી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર એ છે કે બજારના વેપારીઓ અને નિષ્ણાતોના મતે આ તેજી અસ્થાયી છે. આગામી સમયમાં દિવાળી બાદ બજારમાં નવી આવકો વધતા અને ભેજનું પ્રમાણ ઘટતા તેલના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. હાલ પૂરતું તહેવારોની સિઝનમાં ગ્રાહકોને થોડું વધુ ખર્ચવું પડશે, પરંતુ ટૂંક સમયમાં જ ભાવ કાબૂમાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score