ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યા બળ 161 થયું

By: nationgujarat
11 Jun, 2024

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો  આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષે પાંચેય ધારાસભ્યોને પદના શપથ અપાવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વિજાપુર સી જે ચાવડા

પોરબંદર અર્જુન મોઢવાડિયા

ખંભાત – ચિરાગ પટેલ

માણાવદર – અરવિંદ લાડાણી

વાઘોડીયા – ધર્મેન્દ્રસિંહ

વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ 161 થયું

7 મે ના રોજ  પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. નવા ધારાસભ્યો સાથે ભાજપનું સંખ્યાબળ 161 પર પહોંચ્યુ છે.

પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય

વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા, આ બેઠક પર દમાદાર જીત દાખવી હતી. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી, મોઢવાડિયાને 1,33,163 મત મળ્યા હતા. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલને 88,457 મત મળ્યા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો, 1,00,641 મત મળ્યા હતા. સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક રહી હતી. આ બેઠક પરથી અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા હતા અને વિજય થયો હતો.


Related Posts

Load more