આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીના સતત ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં હવે થોડા જ કલાકો બાકી છે. ત્યારે તમામની નજર મોદી કેબિનેટમાં સીટોની વહેંચણી પર છે. ત્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને પણ મંત્રી પદ માટે ફોન આવી ગયો છે. આ ફોન બાદ પાટીલને મંત્રી પદ મળશે તેની સંભાવના વધી
મળતી માહિતી પ્રમાણે, સી. આર પાટીલને મંત્રી પદ માટે ફોન આવ્યા બાદ તેઓ પીએમ આવાસ પહોચ્યા છે.
નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી 272 બેઠકો સાથે લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હોવાથી, તે તેના NDA સહયોગી JD(U) અને TDPના સમર્થનથી સરકાર બનાવશે.
નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. પીએમ મોદીએ આજે વહેલી સવારે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેમણે રાષ્ટ્રીય વોર મોમેરિયલ પર પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શપથ લેવાની સાથે જ મોદી સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહર લાલ નેહરુના 62 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે. નેહરુ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત જીતીને પીએમ બન્યા હતા