ગુજરાત પોલીસમાં નોકરી કરવા ઇચ્છુક યુવકો માટે મહત્વના સમાચાર, ક્યા અરજી કરવાની છે તેના માટે વાંચો અહેવાલ

By: Nation Gujarat Team
20 Nov, 2026

Gujarat Police Recruitment: ગુજરાતના યુવાનો માટે પોલીસમાં જોડાવવાની એક સુવર્ણ તક સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની લોકરક્ષક કેડર તથા ટેકનિકલ કેડર (M.T.)માં વિવિધ સંવર્ગની કુલ 3,000 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 26 નવેમ્બર, 2026થી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.

 ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરની 2,841 જગ્યાઓ પર ભરતી

આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ લોકરક્ષક કેડર હેઠળ ભરવામાં આવશે, જેમાં વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે..

ગુજરાત પોલીસમાં ટેકનિકલ કેડર (M.T.)માં પણ ભરતી

લોકરક્ષક ઉપરાંત મોટર ટ્રાન્સપોર્ટ (M.T.) વિભાગની ટેકનિકલ જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરાઈ છે…

  • ટેકનિકલ કેડરની આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોએ ધોરણ-12ની લાયકાત ઉપરાંત મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડનું સર્ટિફિકેટ અને સંબંધિત એપ્રેન્ટિસશિપની લાયકાત ધરાવવી જરૂરી રહેશે.

ગુજરાત પોલીસમાં શૈક્ષણિક લાયકાત અને મહત્વની સૂચનાઓ..

લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જરૂરી છે. દરેક કેડર મુજબ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી (PET/PST) અને પસંદગી પ્રક્રિયાના નિયમો અલગ-અલગ હોઈ શકે છે. તેથી ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી હિતાવહ છે.

પોલીસ ભરતીની અરજી કરવાની મહત્વની તારીખો અને સમયપત્રક

ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કુલ 21 દિવસનો સમયગાળો મળશે. મુખ્ય વિગતો નીચે મુજબ છે:

ક્યાં અને કેવી રીતે કરવી અરજી?

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયગાળા દરમિયાન OJASની સત્તાવાર વેબસાઈટ [ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in) પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો, સૂચનાઓ અને પરિપત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ [gprb.gujarat.gov.in](https://gprb.gujarat.gov.in) પરથી મેળવી શકાશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score